20 December, 2024 11:00 AM IST | Brisbane | Gujarati Mid-day Correspondent
મિચલ સ્ટાર્ક
ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કે બુધવારે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર રવિચન્દ્રન અશ્વિનની કરીઅરની પ્રશંસા કરી હતી. ૩૪ વર્ષના સ્ટાર્કે કહ્યું હતું કે ‘અશ્વિન હંમેશાંથી ભારતમાં અમારી ટીમ માટે સમસ્યા રહ્યો છે અને તેણે ઑસ્ટ્રેલિયામાં પણ સિરીઝ દરમ્યાન મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેની કરીઅર શાનદાર રહી છે. તેના આંકડા જ આખી વાર્તા કહી દે છે. તે લાંબા સમય સુધી ભારતનો અગ્રણી બોલર હતો.’
અશ્વિન બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં ઑસ્ટ્રેલિયા સામે ૨૩ ટેસ્ટ-મૅચમાં સૌથી વધુ ૧૧૫ વિકેટ લેનાર ભારતીય બોલર છે. આ સિરીઝના ઇતિહાસમાં તે નૅથન લાયન (૧૧૯ વિકેટ) પછી બીજા નંબરનો હાઇએસ્ટ વિકેટ-ટેકર બોલર છે. ઇન્ટરનૅશનલ કરીઅરમાં અશ્વિન ઑસ્ટ્રેલિયા સામે સૌથી સફળ રહ્યો છે.