14 March, 2024 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિચંદ્રન અશ્વિન
૧૦૦મી ટેસ્ટ મૅચમાં નવ વિકેટ લેનાર અનુભવી ઑફ સ્પિનર રવિચન્દ્રન અશ્વિન બુધવારે આઇસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી ટેસ્ટ રૅન્કિંગમાં બોલરોની યાદીમાં ટોચના સ્થાને પહોંચી ગયો છે. બુમરાહ બીજા સ્થાને ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ સાથે જોડાયો છે. કૅપ્ટન રોહિત શર્માની બૅટ્સમેનોની રૅન્કિંગમાં પાંચ ક્રમના ફાયદા સાથે ટૉપ ૧૦માં વાપસી થઈ છે.