24 October, 2024 11:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રેયસ ઐયર
રણજી ટ્રોફીની વર્તમાન સીઝનમાં મુંબઈની ટક્કર ૨૬ ઑક્ટોબરે અગરતલામાં ત્રિપુરા સામે થવાની છે. આ મૅચમાં મુંબઈનો સ્ટાર બૅટર શ્રેયસ ઐયર નહીં રમે. મુંબઈ ક્રિકેટ અસોસિએશને કહ્યું હતું કે ઐયરે મુંબઈની સિલેક્શન કમિટી સામે થોડા દિવસના આરામ માટે અપીલ કરી હતી જેને સ્વીકારવામાં આવી છે. ૬ નવેમ્બરથી બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સમાં મુંબઈની ટીમ ઓડિશા સામે ટકરાશે. ગયા અઠવાડિયે ઐયરે મહારાષ્ટ્ર સામે ૧૪૨ રનની ઇનિંગ્સ રમી હતી જેને કારણે મુંબઈને સીઝનની પહેલી જીત નોંધાવવામાં મદદ મળી હતી. ત્રિપુરા સામેની મૅચ દરમ્યાન પૃથ્વી શૉ અને શ્રેયસ ઐયરની ગેરહાજરીને કારણે અન્ય યુવા ક્રિકેટર્સને ટૅલન્ટ બતાવવાની તક મળશે.