23 October, 2024 10:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૃથ્વી શૉ
મુંબઈની રણજી ટીમનો ઓપનર પૃથ્વી શૉ ૨૬ ઑક્ટોબરથી ત્રિપુરા સામેની મૅચમાં નહીં રમી શકે. તેને અશિસ્ત અને વધુ વજન જેવી ફરિયાદોને કારણે આ મૅચમાંથી બહાર કરવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અહેવાલ અનુસાર ૨૪ વર્ષના આ ક્રિકેટરના શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે છે એથી તેને મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA)ના ટ્રેઇનર્સ દ્વારા તૈયાર કરવામાં આવેલા ફિટનેસ પ્રોગ્રામને અનુસરીને કમબૅક કરવા કહેવામાં આવ્યું છે. આ સમાચાર બાદ પૃથ્વી શૉએ ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર ચાર અક્ષરની પોસ્ટ મૂકી છે કે એક બ્રેકની જરૂર છે, આભાર. રણજી સીઝનની પહેલી મૅચમાં તેણે બરોડા સામે ૧૯ અને મહારાષ્ટ્ર સામે ૪૦ રન જ ફટકાર્યા હતા.