ત્રિપુરા સામે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈની ટીમનો થયો ધબડકો

29 October, 2024 09:21 AM IST  |  Tripura | Gujarati Mid-day Correspondent

૭ રનના સ્કોર પર ઓપનિંગ જોડી પૅવિલિયન ભેગી થઈ, પણ મુંબઈ પાસે છે ૧૫૫ રનની લીડ

મુંબઈની ટીમ

અગરતલામાં આયોજિત ત્રિપુરા અને મુંબઈ વચ્ચેની રણજી મૅચનો ત્રીજો દિવસ રોમાંચક રહ્યો હતો. પહેલી ઇનિંગ્સમાં મુંબઈના ૪૫૦ રનના સ્કોર સામે ત્રિપુરાની ટીમ ૯૫.૪ ઓવરમાં ૩૦૨ રન બનાવી ઑલઆઉટ થઈ હતી, પણ બીજી ઇનિંગ્સની શરૂઆતમાં જ મુંબઈની ઓપનિંગ જોડી ત્રણ ઓવરમાં ૭ રનના સ્કોર પર આઉટ થઈ છે. ત્રીજા દિવસને અંતે મુંબઈની ટીમ પાસે હજી ૧૫૫ રનની લીડ છે.

ત્રિપુરાના અનુભવી બૅટ્સમૅન જીવનજોત સિંહ (૧૧૮ રન)એ તેની ૧૪મી ફર્સ્ટ ક્લાસ સદી ફટકારી છે, જ્યારે મિડલ ઑર્ડર શ્રીદમ પોલ (બાવન રન) અને કૅપ્ટન મનદીપ સિંહ (અણનમ ૬૨ રન)એ ફિફ્ટી ફટકારી છે. દિવસની શરૂઆત ૬૦/૧થી કરી હોવા છતાં યજમાનોએ દિવસભર બૅટિંગ કરીને સ્કોર ૩૦૨ સુધી પહોંચાડ્યો હતો.

ranji trophy mumbai tripura mumbai ranji team agartala cricket news sports news sports