midday

આજથી અજેય વિદર્ભ અને કેરલા વચ્ચે રણજી ટ્રોફીનો ફાઇનલ જંગ શરૂ થશે

26 February, 2025 05:22 PM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

કુલ નવ મૅચમાંથી વિદર્ભ આઠ મૅચ જીત્યું છે અને એક ડ્રૉ રહી, જ્યારે કેરલા માત્ર ત્રણ મૅચ જીત્યું અને છ મૅચ ડ્રૉ રહી
વિદર્ભની ટીમ આ સીઝનમાં અજેય રહી છે, કેરલાની ટીમ પણ આ સીઝનમાં અજેય રહી છે.

વિદર્ભની ટીમ આ સીઝનમાં અજેય રહી છે, કેરલાની ટીમ પણ આ સીઝનમાં અજેય રહી છે.

નાગપુરના વિદર્ભ ક્રિકેટ અસોસિએશન સ્ટેડિયમમાં આજથી રણજી ટ્રોફી ૨૦૨૪-’૨૫ની પાંચ​ દિવસની ફાઇનલ મૅચ શરૂ થશે. પહેલી વાર રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચનારા કેરલાને ચોથી વખત ફાઇનલ રમી રહેલું વિદર્ભ હોમ ગ્રાઉન્ડની પરિસ્થિતિ અને પ્લેયર્સના શાનદાર ફૉર્મની મદદથી જબરદસ્ત પડકાર આપશે.

૨૦૧૭-’૧૮ અને ૨૦૧૮-’૧૯નું રણજી ચૅમ્પિયન વિદર્ભ આ સીઝનમાં નવમાંથી આઠ મૅચ જીત્યું છે અને એક મૅચ ડ્રૉ રહી છે. ગ્રુપ-સ્ટેજમાં સાતમાંથી છ મૅચ જીતનારું વિદર્ભ આ સીઝનમાં અજેય રહ્યું છે. કેરલા પણ આ સીઝનમાં અજેય રહ્યું છે, પણ એની નવમાંથી માત્ર ત્રણ મૅચ જીત્યું છે અને છ મૅચ ડ્રૉ રહી છે. આ ટીમ ક્વૉર્ટર-ફાઇનલમાં જમ્મુ-કાશ્મીર અને સેમી-ફાઇનલમાં ગુજરાત સામે રમેલી ડ્રૉ મૅચમાં પહેલી ઇનિંગ્સની નજીવી લીડના આધારે ફાઇનલ સુધી પહોંચી છે.

ranji trophy vidarbha kerala cricket news nagpur sports news sports