પુજારાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૧૮મી ડબલ સેન્ચુરી ફટકારી

22 October, 2024 09:36 AM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

ભારતીય ટીમનો ટેસ્ટ-સ્પેશ્યલિસ્ટ ચેતેશ્વર પુજારા આ મૅચમાં ચમક્યો હતો. તેણે ૩૪૮ બૉલમાં પોતાની ફર્સ્ટ ક્લાસ કરીઅરની ૧૮મી ડબલ સેન્ચુરી ફટકારી હતી. તે પહેલેથી જ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ ડબલ સેન્ચુરી ફટકારનાર ભારતીય છે

ચેતેશ્વર પુજારા

ગઈ કાલે છત્તીસગઢ અને સૌરાષ્ટ્ર વચ્ચેની રણજી મૅચ ડ્રૉ રહી હતી પણ ભારતીય ટીમનો ટેસ્ટ-સ્પેશ્યલિસ્ટ ચેતેશ્વર પુજારા આ મૅચમાં ચમક્યો હતો. તેણે ૩૪૮ બૉલમાં પોતાની ફર્સ્ટ ક્લાસ કરીઅરની ૧૮મી ડબલ સેન્ચુરી ફટકારી હતી. તે પહેલેથી જ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ ડબલ સેન્ચુરી ફટકારનાર ભારતીય છે અને હવે ઓવરઑલ લિસ્ટમાં તે ચોથા ક્રમે પહોંચ્યો છે. ૩૭ ડબલ સેન્ચુરી સાથે ઑસ્ટ્રેલિયન દિગ્ગજ સર ડૉન બ્રૅડમૅન આ લિસ્ટમાં પહેલા ક્રમે છે. આ મૅચ દરમ્યાન તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૨૧,૦૦૦ રન ફટકારનાર ચોથો ભારતીય બન્યો અને ૩૮૩ બૉલમાં સૌથી વધુ ૨૩૪ રન ફટકારીને પ્લેયર ઑફ ધ મૅચ પણ બન્યો.

cheteshwar pujara saurashtra chhattisgarh rajkot cricket news ranji trophy sports news sports