11 February, 2023 03:13 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક
બૅન્ગલોરમાં રમાતી રણજી ટ્રોફી મૅચના ત્રીજા દિવસે શેલ્ડન જૅક્સન અને કૅપ્ટન અર્પિત વસાવડાએ ફટકારેલી એક-એક સદીને કારણે સૌરાષ્ટ્રએ કર્ણાટક સામે ૪૦૭ રનના જવાબમાં પહેલી ઇનિંગ્સમાં ૪ વિકેટે ૩૬૪ રન બનાવ્યા હતા. ગુરુવારે ૨૭ રનના સ્કોરથી શરૂઆત કરનાર જૅક્સને ૨૪૫ બૉલમાં ૧૬૦ રન બનાવ્યા હતા, તો વસાવડાએ ૨૧૯ બૉલમાં નૉટઆઉટ ૧૧૨ રન બનાવ્યા છે. બન્ને વચ્ચે ચોથી વિકેટ માટે ૨૩૨ રનની પાર્ટનરશિપ થઈ હતી, જેને કારણે સૌરાષ્ટ્રની સ્થિતિ મજબૂત બની છે.