મધ્ય પ્રદેશ સામે બંગાળની સ્થિતિ મજબૂત

10 February, 2023 12:54 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૪ વિકેટે ૩૦૭ રનથી શરૂઆત રમતાં બંગાળ બીજા દિવસે ૫૪.૩ ઓ‍વરમાં ૧૩૧ રન કરતાં કુલ ૪૩૮ રને ઑલઆઉટ થઈ ગયું હતું

અભિષેક પોરેલ અને મનોજ તિવારી વચ્ચે થઈ ૭૮ રનની પાર્ટનરશિપ.

બંગાળના યુવા વિકેટકીપર અભિષેક પોરેલની આક્રમક હાફ-સેન્ચુરી બાદ બોલરોએ લીધેલી ઝડપી વિકેટને કારણે ઇન્દોરના હોલકર મેદાનમાં રમાઈ રહેલી રણજી ટ્રોફીની સેમી ફાઇનલમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયનની હાલત કફોડી થઈ ગઈ છે. ૪ વિકેટે ૩૦૭ રનથી શરૂઆત રમતાં બંગાળ બીજા દિવસે ૫૪.૩ ઓ‍વરમાં ૧૩૧ રન કરતાં કુલ ૪૩૮ રને ઑલઆઉટ થઈ ગયું હતું. અભિષેક પોરેલ (૫૧ રન) અને કૅપ્ટન મનોજ તિવારી (૪૨ રન) વચ્ચે છઠ્ઠી વિકેટ માટે ૭૮ રનની પાર્ટનરશિપ થઈ હતી. જવાબમાં ડિફેન્ડિંગ ચૅ​મ્પિયન મધ્ય પ્રદેશે ઓપનર યશ દુબે (૧૨ રન) અને વિકેટકીપર બૅટર હિમાંશુ મંત્રી (૨૩)ની જોડીને ગુમાવી દીધી હતી. દિવસના અંતે મધ્ય પ્રદેશે ૨૮ ઓવરમાં બે વિકેટે બાવન રન કર્યા હતા. 

cricket news test cricket sports news sports ranji trophy madhya pradesh bengal manoj tiwary