ગૌતમ ગંભીરનો ફેવરિટ રમણદીપ સિંહ કોને માને છે પોતાનો રોલ-મૉડલ?

30 October, 2024 10:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પંજાબનો ૨૭ વર્ષનો ક્રિકેટર રમણદીપ સિંહ આ વર્ષે IPLઅને ઇમર્જિંગ એશિયા કપમાં પોતાના શાનદાર પ્રદર્શનને કારણે ભારતીય સ્ક્વૉડમાં એન્ટ્રી કરવામાં સફળ રહ્યો હતો.

રમણદીપ સિંહ

પંજાબનો ૨૭ વર્ષનો ક્રિકેટર રમણદીપ સિંહ આ વર્ષે IPLઅને ઇમર્જિંગ એશિયા કપમાં પોતાના શાનદાર પ્રદર્શનને કારણે ભારતીય સ્ક્વૉડમાં એન્ટ્રી કરવામાં સફળ રહ્યો હતો. સાઉથ આફ્રિકા ટૂર પહેલાં આ મિડલ ઑર્ડર બૅટરે એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ‘ગૌતમ સરે મને નંબર ૭ અને ૮ પર આવીને પણ બૅટિંગ કરી શકું એ મુજબ તૈયારી કરવાની સલાહ આપી હતી.’ 

કોલકાતા નાઇટ રાઇડર્સમાં ગૌતમ ગંભીરની મેન્ટરશિપ હેઠળ શાનદાર પ્રદર્શન કરનાર રમણદીપ સિંહ એક વિદેશી ઑલરાઉન્ડરને પોતાનો રોલ-મૉડલ માને છે. 

આ ઇન્ટરવ્યુમાં રમણદીપે કહ્યું હતું કે ‘વેસ્ટ ઇન્ડીઝનો ઑલરાઉન્ડર આન્દ્રે રસેલ મારો રોલ-મૉડલ છે. હું રસેલની જેમ પ્રભાવશાળી બનવાનો પ્રયત્ન કરીશ અને અંતિમ ઓવર્સમાં મારી પાવર-હિટિંગથી હરીફ ટીમને મુશ્કેલીમાં મૂકીશ. જ્યારે હું ક્રીઝ પર જાઉં ત્યારે વિરોધી ટીમમાં એવો ડર હોવો જોઈએ કે હું તેમના હાથમાંથી મૅચ છીનવી લઈશ. હું ભારત માટે આ જ પ્રકારની અસર ઊભી કરવા માગું છું.’ 

IPL 2024ની ૧૪ મૅચમાં તેણે ૨૦૧.૬૧ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૧૨૫ રન ફટકાર્યા હતા.

ipl 2024 gautam gambhir andre russell kolkata knight riders cricket news sports news sports