midday

મેદાનમાં વ્હીલચૅર પર બેસીને કોચિંગ આપતા હેડ કોચ જોયા છે ક્યારેય?

21 March, 2025 12:19 PM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝન પહેલાં રાજસ્થાન રૉયલ્સ (RR)ના પ્રૅક્ટિસ-સેશનમાં હેડ કોચ રાહુલ દ્રવિડ ઇલેક્ટ્રિક વ્હીલચૅર લઈને ફરી રહ્યો છે. મોટરાઇઝ્ડ વ્હીલચૅરની મદદથી તે મેદાન પર ચક્કર મારીને પ્લેયર્સને સલાહ આપી રહ્યો છે.
હેડ કોચ રાહુલ દ્રવિડ ઇલેક્ટ્રિક વ્હીલચૅરમાં

હેડ કોચ રાહુલ દ્રવિડ ઇલેક્ટ્રિક વ્હીલચૅરમાં

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 સીઝન પહેલાં રાજસ્થાન રૉયલ્સ (RR)ના પ્રૅક્ટિસ-સેશનમાં હેડ કોચ રાહુલ દ્રવિડ ઇલેક્ટ્રિક વ્હીલચૅર લઈને ફરી રહ્યો છે. મોટરાઇઝ્ડ વ્હીલચૅરની મદદથી તે મેદાન પર ચક્કર મારીને દરેક પ્લેયર્સને જરૂરી સલાહ-સૂચન આપી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર આ વિડિયો જોઈને ક્રિકેટ-ફૅન્સ પણ તેના કામ પ્રત્યેના કમિટમેન્ટને સલામ કરી રહ્યા છે. બૅન્ગલોરમાં સ્થાનિક ક્લબ માટે ક્રિકેટ રમતાં ભારતના આ ભૂતપૂર્વ પ્લેયર અને હેડ કોચ ઇન્જર્ડ 
થયો હતો. 

Whatsapp-channel
rahul dravid sanju samson rajasthan royals IPL 2025 cricket news sports news