midday

ક્રિકેટજગતમાં દ્રવિડના નાના દીકરાની આગેકૂચ

11 November, 2024 09:35 AM IST  |  Karnataka | Gujarati Mid-day Correspondent

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને હેડ કોચ રાહુલ દ્રવિડના મોટા દીકરા સમિતની જેમ નાના દીકરા અન્વયે પણ ક્રિકેટજગતમાં આગેકૂચ કરી છે.
રાહુલ દ્રવિડનો નાના દીકરા અન્વય

રાહુલ દ્રવિડનો નાના દીકરા અન્વય

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને હેડ કોચ રાહુલ દ્રવિડના મોટા દીકરા સમિતની જેમ નાના દીકરા અન્વયે પણ ક્રિકેટજગતમાં આગેકૂચ કરી છે. છઠ્ઠી ડિસેમ્બરથી આયોજિત અન્ડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફી માટે કર્ણાટકના ૩૫ સંભવિત પ્લેયર્સના લિસ્ટમાં તેનું નામ સામેલ છે. આ લિસ્ટમાં તે ત્રણ વિકેટકીપરમાંથી એક છે. હાલમાં જ કર્ણાટકની KSCA અન્ડર-16 ઇન્ટર ઝોનલ ટુર્નામેન્ટમાં તેણે બૅન્ગલોર ઝોન માટે ડબલ સેન્ચુરી ફટકારી હતી.

Whatsapp-channel
rahul dravid karnataka bengaluru cricket news sports news sports