પુણેના ક્રિકેટ મ્યુઝિયમની મુલાકાત લીધી કિવીઓએ

24 October, 2024 09:32 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

પુણેમાં બીજી ટેસ્ટ-મૅચ પહેલાં ભારતીય મૂળના ન્યુ ઝીલૅન્ડના ક્રિકેટર રાચિન રવીન્દ્રએ સાથી પ્લેયર્સ સાથે પુણેના સહકારનગર સ્થિત બ્લેડ્સ ઑફ ગ્લોરી ક્રિકેટ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી.

રાચિન રવીન્દ્ર

પુણેમાં બીજી ટેસ્ટ-મૅચ પહેલાં ભારતીય મૂળના ન્યુ ઝીલૅન્ડના ક્રિકેટર રાચિન રવીન્દ્રએ સાથી પ્લેયર્સ સાથે પુણેના સહકારનગર સ્થિત બ્લેડ્સ ઑફ ગ્લોરી ક્રિકેટ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. આ મ્યુઝિયમમાં વિવિધ દેશના ખેલાડીઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી ક્રિકેટસામગ્રીને સાચવવામાં આવે છે. વાતચીત દરમ્યાન રાચિન રવીન્દ્રએ કહ્યું હતું કે ‘હું ૧૦૦ ટકા કિવી છું, ત્યાં જ જન્મ્યો અને ઊછર્યો છું; પરંતુ ભારત પાછા આવવું એ હંમેશાં વિશેષ છે. મારા કુટુંબનાં મૂળ અને વારસો અહીં છે અને જ્યારે પણ હું અહીં આવું છું ત્યારે ભારતીય લોકો તરફથી પ્રેમનો અનુભવ થાય છે.’

rachin ravindra new zealand india pune test cricket cricket news sports news sports