ક્રિકેટને વધુ રોમાંચક બનાવવા ECBએ દિવ્યાંગોની બે નૅશનલ ટીમ બનાવવાનો મૂક્યો પ્રસ્તાવ

19 July, 2024 07:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વિશેની ચર્ચા આજથી શ્રીલંકામાં શરૂ થતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ ઍન્યુઅલ કૉન્ફરન્સ દરમ્યાન થઈ શકે છે. 

જય શાહ

ઇંગ્લૅન્ડ ઍન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)ના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર રિચર્ડ ગોલ્ડે ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ સહિત કેટલાંક અન્ય ક્રિકેટ બોર્ડને પત્ર લખીને ક્રિકેટને વધુ લોકપ્રિય બનાવવા માટે બે નૅશનલ દિવ્યાંગ ક્રિકેટ ટીમ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એક જોઈ ન શકતા ખેલાડીઓની તથા બીજી ટીમ શારીરિક રીતે, બૌદ્ધિક રીતે અક્ષમ અને સાંભળવામાં અસમર્થ હોય એવા ખેલાડીઓની બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે.

હાલમાં ભારતમાં ડિફરન્ટલી એબલ્ડ ક્રિકેટ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (DCCI) છે જે ભારતીય ક્રિકેટ બોર્ડની પેટા-સમિતિ છે, પરંતુ ભારતીય બોર્ડ સ્વતંત્ર રીતે કોઈ ટુર્નામેન્ટનું આયોજન કરતું નથી. આ વિશેની ચર્ચા આજથી શ્રીલંકામાં શરૂ થતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ ઍન્યુઅલ કૉન્ફરન્સ દરમ્યાન થઈ શકે છે. 

sports news sports cricket news jay shah board of control for cricket in india