14 December, 2022 03:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કોહલી-ધોનીની ફાઈલ તસવીર
Most searched Indian sportsperson: ભારતીય ક્રિકેટર્સની (Indian Cricket) વાત કરીએ તો એમએસ ધોની (MS Dhoni) અને વિરાટ કોહલી (Virat Kohli) એવા ખેલાડી છે જેમના ફેન્સની સંખ્યા કરોડોમાં છે. આ ખેલાડીઓ વિશે સતત ઈન્ટરનેટ (Internet) પર વાત ચાલતી રહે છે, પણ આ વર્ષે ગૂગલ પર સર્ચ (Google Search) કરવામાં આવેલા ખેલાડીઓના લિસ્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ધોની કે કોહલીમાંથી કોઈના પણ ભારતના સૌથી વધારે સર્ચ કરવામાં ખેલાડીઓ નથી. આ લિસ્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.
આ વર્ષે ગૂગલ પર સૌથી વધારે સર્ચ કરાયેલા ભારતીય ખેલાડી પ્રવીણ તાંબે છે. તાંબેએ લાંબો સમય પહેલા પોતાની છેલ્લી મેચ રમ્યા હતા અને તે ક્યારેય ઇન્ટરનેશનલ ક્રિકેટ રમ્યા જ નથી, પણ તેમ છતાં તેમનું આ લિસ્ટમાં ટૉપ પર હોવું ખરેખર ચોંકાવનારી વાત છે. આ વર્ષે પ્રવીણ તાંબેની બાયોપિક રિલીઝ થઈ હતી જેમાં શ્રેયસ તલપડેએ શાનદાર અભિનય કર્યો હતો. કદાચ આ ફિલ્મને કારણે તાંબે વિશે ખૂબ જ વધારે સર્ચ કરવામાં આવ્યું છે.
ખૂબ જ પ્રેરણાદાયક રહ્યો છે તાંબેનો સફર
41 વર્ષની ઉંમર ત્યારે તાંબેએ કોઈપણ પ્રકારની પ્રૉફેશનલ ક્રિકેટ રમ્યા નહોતા, પણ પછી રાજસ્થાન રૉયલ્સે તેમને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં તક આપીને તેમનું જીવન બદલી દીધું. તાંબેએ રાજસ્થાન માટે રમતી વખતે શાનદાર પ્રદર્શન કર્યું અને પછી કોલકાતા નાઈટ રાઈડર્સમાં પણ ગયા.
આ પણ વાંચો : MS Dhoniનું ટીમ ઇન્ડિયામાં થશે કમબૅક! T20માં કઈ રીતે થશે બેડો પાર, BCCIનો પ્લાન?
જો કે, ટી10 લીગમાં રમવાને કારણે તેમના પર ભારતના કોઈપણ ઘરગથ્થૂ મેચમાં રમવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હાલ તે કોલકાતાની ટીમમાં બૉલર કોચ તરીકે હાજર રહેશે.
આ પણ વાંચો : કિંગ કોહલી ટી૨૦માં ૪૦૦૦ રન બનાવનારો પ્રથમ ખેલાડી
51 વર્ષના થઈ ચૂકેલા તાંબેએ પોતાના કરિઅરમાં કુલ 64 ટી20 મેચ રમ્યા છે અને 70 વિકેટ પોતાને નામે કરી લીધી છે. તાંબેએ 15 રન્સ આપીને ચાર વિકેટ લઈને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું છે. તેમની ઈકૉનોમી સાતથી ઓછાની રહી છે જે દર્શાવે છે કે સૌથી નાના ફૉર્મેટમાં પણ તેમને ફાયદાકારક રહેતા આવે છે.