08 April, 2023 10:58 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
હૈદરાબાદ સામેની મૅચમાં અપીલ કરતો કૃણાલ પંડ્યા.
હૈદરાબાદ સામે લખનઉને પાંચ વિકેટથી સરળ વિજય અપાવવામાં વડોદરાના ખેલાડી કૃણાલ પંડ્યાના ઑલરાઉન્ડ પ્રદર્શને મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તેણે ચાર ઓવરમાં ૧૮ રન આપીને ૩ વિકેટ લેવા ઉપરાંત ૨૩ બૉલમાં ૩૪ રન બનાવ્યા હતા. પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ મેળવ્યા બાદ કૃણાલે કહ્યું હતું કે ‘મૅચમાં એક સારો દિવસ, વિકેટ પણ મળી અને રન પણ કર્યા. હૈદરાબાદ પાસે ઘણા રાઇટી બૅટર્સ હોવાથી મને ખબર હતી કે મારે વહેલી બોલિંગ કરવાની છે. એક વાર સ્પષ્ટતા થઈ જાય પછી વસ્તુઓ આપોઆપ ગોઠવાઈ જાય છે.’
કૃણાલે કહ્યું હતું કે ‘ઑલરાઉન્ડર તરીકેની છાપને વધુ દૃઢ કરવા માટે મેં છેલ્લા ચાર-પાંચ મહિનાથી બૅટિંગમાંથી બ્રેક લીધો હતો. મારી બોલિંગ ઍક્શન પર કામ કર્યું હતું. છેલ્લા ત્રણ-ચાર મહિનાથી બૉલને ટર્ન કરાવવાનો
પ્રયાસ કરતો હતો. લોકો કહેતા હતા કે હું બૉલને ટર્ન કરાવતો નથી.
માર્કરમની વિકેટે તમામને જવાબ આપી દીધો હશે.’