21 January, 2025 12:16 PM IST | Colombo | Gujarati Mid-day Correspondent
બન્ને ટીમના કૅપ્ટન
આજે દિવ્યાંગ ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મૅચ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાશે. T20 ફૉર્મેટની આ ટુર્નામેન્ટમાં દરેક ટીમે અન્ય ટીમો સાથે બે-બે ગ્રુપ-સ્ટેજ મૅચ રમી છે જેમાંથી ભારત અને ઇંગ્લૅન્ડની ટીમે પૉઇન્ટ્સ-ટેબલમાં ટૉપ પર રહીને ફાઇનલમાં એન્ટ્રી કરી છે. આ મૅચ આજે બપોરે એક વાગ્યે શરૂ થશે અને ભારતમાં એનું લાઇવ સ્ટ્રીમિંગ ફેનકોડ ઍપ પર જોઈ શકાશે.
ભારતીય ટીમે ગ્રુપ-સ્ટેજની અંતિમ મૅચમાં ૧૯ જાન્યુઆરીએ યજમાન શ્રીલંકન ટીમ સામે પાંચ વિકેટે જીત મેળવી હતી. ગ્રુપ-સ્ટેજની ૬માંથી પાંચ મૅચમાં ભારતની જીત થઈ છે. ભારતે પહેલી ચાર મૅચ સળંગ જીત્યા બાદ ઇંગ્લૅન્ડ સામે એક માત્ર હારનો સામનો કરવો પડ્યો હતો.