22 September, 2024 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
ઇંગ્લૅન્ડની ક્રિકેટ ટીમ સાતથી ૨૮ ઑક્ટોબર દરમ્યાન પાકિસ્તાનની ધરતી પર ત્રણ મૅચની ટેસ્ટ-સિરીઝ રમવાની છે. આ ટેસ્ટ-સિરીઝ પહેલાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બીજી ટેસ્ટ-મૅચનું વેન્યુ બદલ્યું છે. કરાચીનું નૅશનલ બૅન્ક સ્ટેડિયમ ICC ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 માટે તૈયાર થઈ રહ્યું હોવાથી ત્યાં ટેસ્ટ રમવી શક્ય નથી.
આથી પહેલી ટેસ્ટ-મૅચની જેમ બીજી ટેસ્ટ-મૅચ પણ મુલતાન ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, જ્યારે ત્રીજી ટેસ્ટ-મૅચ રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં જ રમાશે. આ ટેસ્ટ-સિરીઝ માટે બન્ને ટીમ બીજી ઑક્ટોબરે મુલતાન પહોંચશે. બંગલાદેશ સામે પહેલી વાર ટેસ્ટ-સિરીઝ હારનાર પાકિસ્તાન માટે ઇંગ્લૅન્ડના પડકારનો સામનો કરવો સરળ નહીં રહે.