ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો શાનદાર ફીલ્ડર બન્યો પાકિસ્તાની ટીમનો ફીલ્ડિંગ-કોચ

30 October, 2024 10:08 AM IST  |  Pakistan | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઑસ્ટ્રેલિયા, ઝિમ્બાબ્વે અને સાઉથ આફ્રિકાની ટૂર માટે પાકિસ્તાની ટીમના ફીલ્ડિંગ-કોચ તરીકે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ મસરુરની નિમણૂક કરી છે.

મોહમ્મદ મસરુર

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ઑસ્ટ્રેલિયા, ઝિમ્બાબ્વે અને સાઉથ આફ્રિકાની ટૂર માટે પાકિસ્તાની ટીમના ફીલ્ડિંગ-કોચ તરીકે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટના ભૂતપૂર્વ ક્રિકેટર મોહમ્મદ મસરુરની નિમણૂક કરી છે. ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી બે ટેસ્ટમાં તેના કામને જોઈને હેડ કોચ જેસન ગિલેસ્પીએ તેની ભલામણ કરી હતી. પોતાની શાનદાર ફીલ્ડિંગ માટે પ્રખ્યાત મસરુરને ત્રણ ટૂર માટે કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યો છે. 

૪૯ વર્ષનો મસરુર પાકિસ્તાનની અન્ડર-19 ટીમનો હેડ કોચ પણ રહી ચૂક્યો છે.

pakistan australia zimbabwe south africa cricket news sports news sports