IPLમાં પહેલી જ વાર કોચની ભૂમિકા ભજવશે પાર્થિવ પટેલ

14 November, 2024 11:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાત ટાઇટન્સે બનાવ્યો બૅટિંગ અને અસિસ્ટન્ટ કોચ

પાર્થિવ પટેલ

અમદાવાદમાં જન્મેલા ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર પાર્થિવ પટેલને ગુજરાત ટાઇટન્સે આગામી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સીઝન માટે બૅટિંગ અને સહાયક કોચ તરીકે નિયુક્ત કર્યો છે. હેડ કોચ આશિષ નેહરાના નેતૃત્વમાં તે સપોર્ટ સ્ટાફમાં બેવડી ભૂમિકા ભજવશે. છેલ્લે ૨૦૧૯માં IPLમાં રમનાર આ ક્રિકેટરે ટુર્નામેન્ટમાં ઓપનિંગ બૅટર, વિકેટકીપર અને કૉમેન્ટેટરની પણ ભૂમિકા ભજવી છે પણ તે આગામી સીઝનમાં પહેલી વાર IPLમાં કોચિંગ આપતો જોવા મળશે. તે ઇન્ટરનૅશનલ લીગ T20ની પ્રથમ સીઝનમાં MI એમિરેટ્સનો બૅટિંગ-કોચ પણ હતો. ૧૭ વર્ષની કરીઅરનો શાનદાર અનુભવ ધરાવતા ૩૯ વર્ષના પાર્થિવ પટેલે ૨૦૨૦માં રિટાયરમેન્ટ જાહેર કરી હતી. 

parthiv patel indian premier league gujarat titans IPL 2025 ahmedabad cricket news sports sports news