23 January, 2025 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૈદ્યનાથ બ્રેવ્સ, સુપર સમુરાઈ અને ગણપતિ કે લાડલે ચૅમ્પિયન ટીમ સભ્યો
શ્રી પરજિયા સોની સુવર્ણકાર યુવક મંડળ દ્વારા ગયા રવિવારે બોરીવલીમાં ટર્ફ ક્રિકેટ-ટુર્નામેન્ટનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. બોરીવલી-વેસ્ટમાં સમાજ ઉન્નતિ ટર્ફમાં યોજાયેલી આ ટુર્નામેન્ટમાં પુરુષોની ૧૮, મહિલાઓ અને બાળકોની ૬-૬ ટીમોએ ભાગ લીધો હતો. આ સીઝનની વિશેષ્ટા એ હતી કે એને શંકર ભગવાનની થીમ સાથે યોજવામાં આવી હતી. પુરુષોની ટીમનાં નામ જ્યોતિર્લિંગનાં નામ પરથી રાખવામાં આવ્યાં હતાં અને બાળકોની ટીમનાં નામ શંકર ભગવાનનાં સંતાનોનાં નામ પરથી રાખવામાં આવ્યાં હતાં.
પુરુષોમાં બૈદ્યનાથ બ્રેવ્સ, મહિલાઓમાં સુપર સમુરાઈ અને બાળકોમાં ગણપતિ કે લાડલે ટીમ ચૅમ્પિયન બની હતી. આ અનોખા આયોજનને સફળ બનાવવામાં નિખિલ વાયા, રાહુલ વાયા, પરેશ વાયા, વિશાલ સોની, પ્રફુલ સતિકુંવર, હિરેન સોની, હિરેન થડેશ્વર, અભિષેક ચોક્સી (બૉસ), દેવાંગ સાગર, નીલેશ સાગર, ક્રિષ્ના થડેશ્વર, વિકી ધકાણ, જયસન થડેશ્વરનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું.