T20 બાદ પાકિસ્તાને વન-ડે સિરીઝ ગુમાવી

03 April, 2025 08:37 AM IST  |  Wellington | Gujarati Mid-day Correspondent

IPLમાં સ્ટાર ખેલાડીઓ વ્યસ્ત હોવાથી બીજી કક્ષાના ખેલાડીઓ સાથે કિવી ટીમ રમી રહી હોવા છતાં પાકિસ્તાનને પછાડવામાં સફળ થઈ હતી.

ન્યુ ઝીલૅન્ડ સામે બીજી વન-ડેમાં પણ પાકિસ્તાનનો ૮૪ રનથી પરાજય થયો

ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડ સામે બીજી વન-ડેમાં પણ પાકિસ્તાનનો ૮૪ રનથી પરાજય થયો હતો. ન્યુ ઝીલૅન્ડે આપેલા ૨૯૩ રનના ટાર્ગેટ સામે પાકિસ્તાન ૪૧.૨ ઓવરમાં ૨૦૮ રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. આ સાથે ન્યુ ઝીલૅન્ડે ત્રણ મૅચની સિરીઝમાં ૦-૨થી અજેય લીડ લઈ લીધી હતી. IPLમાં સ્ટાર ખેલાડીઓ વ્યસ્ત હોવાથી બીજી કક્ષાના ખેલાડીઓ સાથે કિવી ટીમ રમી રહી હોવા છતાં પાકિસ્તાનને પછાડવામાં સફળ થઈ હતી. આ પહેલાં રમાયેલી T20 સિરીઝમાં પણ પાકિસ્તાનનો ૧-૪થી ઘોર પરાજય થયો હતો.

new zealand pakistan cricket news sports news sports wellington t20