T20 ઇન્ટરનૅશનલનો સફળ કૅપ્ટન બન્યો બાબર આઝમ

14 May, 2024 07:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આયરલૅન્ડ સામે પાકિસ્તાને ૧-૧થી સિરીઝ બરાબર કરી

મૅચ દરમ્યાન કૅપ્ટન બાબર આઝમના શૂઝ પર જોવા મળ્યું સ્માઇલી ઇમોજી.

આયરલૅન્ડની ધરતી પર પ્રથમ T2Oમાં મળેલી કારમી હાર પછી પાકિસ્તાનની ટીમે જબરદસ્ત વાપસી કરતાં બીજી મૅચમાં ૭ વિકેટે જીત મેળવી છે. બીજી T20માં આયરલૅન્ડે પ્રથમ બૅટિંગ કરી ૭ વિકેટે ૧૯૩ રન કર્યા હતા. જવાબમાં પાકિસ્તાને ૧૬.૫ ઓવરમાં ૩ વિકેટે ૧૯૫ કરીને ૩ મૅચની T20 સિરીઝ ૧-૧થી લેવલ કરી લીધી હતી. ૧૪ મેએ રમાનારી અંતિમ T20 મૅચ સિરીઝની નિર્ણાયક મૅચ બની રહેશે. પાકિસ્તાનને ૪૫મી T20 જિતાડીને બાબર આઝમ દુનિયામાં T20 ઇન્ટરનૅશનલનો સૌથી સફળ કૅપ્ટન બન્યો છે. તેણે યુગાંડાના કૅપ્ટન બ્રાયન મસાબાનો ૪૪ મૅચનો રેકૉર્ડ તોડ્યો હતો. ૨૯ વર્ષના બાબર આઝમની કૅપ્ટન્સીમાં પાકિસ્તાન ૭૮માંથી ૨૬ મૅચમાં હારી ગયું હતું, જ્યારે ૭ મૅચ નો-રિઝલ્ટ રહી હતી. 

T20 ઇન્ટરનૅશનલના સૌથી સફળ કૅપ્ટન્સ

કૅપ્ટન

મૅચ

જીત

બાબર આઝમ

૭૮

૪૫

બ્રાયન મસાબા

૫૬

૪૪

અસગર અફઘાન

૫૨

૪૨

ઓઇન મૉર્ગન

૭૨

૪૨

રોહિત શર્મા

૫૪

૪૧

મહેન્દ્ર સિંહ ધોની

૭૨

૪૧

 

sports news sports cricket news babar azam t20 international ireland pakistan