02 September, 2024 07:25 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
લિટન દાસે ૧૩૮ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી
રાવલપિંડીમાં બીજી ટેસ્ટમૅચના ત્રીજા દિવસે બંગલાદેશની ટીમ પહેલી ઇનિંગ્સમાં ૨૬૨ રને ઑલઆઉટ થઈ હતી. પહેલી ઇનિંગ્સમાં ૨૭૪ રન ફટકારનાર પાકિસ્તાનની ટીમ દિવસના અંતે બીજી ઇનિંગ્સમાં બે વિકેટે ૯ રન બનાવી શકી. હાલમાં બીજી ટેસ્ટમાં પાકિસ્તાન પાસે ૨૧ રનની લીડ છે. વિકેટકીપર-બૅટર લિટન દાસે ૧૩૮ રનની ઇનિંગ્સ રમીને પાકિસ્તાન સામે બે ટેસ્ટ-સેન્ચુરી ફટકારનારા પહેલા બંગલાદેશી બૅટર બનવાની સિદ્ધિ મેળવી હતી.
લિટન દાસ અને મેહદી હસન મિરાજે (૭૮ રન) સાથે મળીને જે કર્યું છે એ કોઈ ચમત્કારથી ઓછું નથી. ૨૬ના સ્કોર પર ૬ વિકેટ ગુમાવ્યા બાદ બંગલાદેશના બન્ને બૅટર્સે સાતમી વિકેટ માટે ૧૬૫ રનની પાર્ટનરશિપ કરી હતી જે બંગલાદેશ માટે સાતમી વિકેટ માટે સૌથી મોટી ટેસ્ટ-પાર્ટનરશિપ બની હતી. પાકિસ્તાન માટે ખુર્રમ શહઝાદે ૨૧ ઓવરમાં ૯૦ રન આપીને સૌથી વધુ ૬ વિકેટ ઝડપી હતી.