12 January, 2025 02:55 PM IST | Islamabad | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
વેસ્ટ ઇન્ડીઝની ક્રિકેટ-ટીમ ૧૮ વર્ષ બાદ પાકિસ્તાનની ધરતી પર ટેસ્ટ-સિરીઝ રમવા આવી છે. ૧૭થી ૨૯ જાન્યુઆરી દરમ્યાન આયોજિત આ ટેસ્ટ-સિરીઝ માટે યજમાન ટીમે ગઈ કાલે ૧૫ સભ્યોની સ્ક્વૉડ જાહેર કરી હતી જેમાં ૭ મોટા ફેરફાર જોવા મળ્યા છે. સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ-સિરીઝ હારીને આવેલી ટીમમાંથી કૅપ્ટન શાન મસૂદ, બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન જેવા પ્લેયર્સ આ સિરીઝમાં રમશે.
વર્કલોડ મૅનેજમેન્ટના ભાગરૂપે આમિર જમાલ, મોહમ્મદ અબ્બાસ, મીર હમઝા અને નસીમ શાહની ઝડપી બોલિંગ ચોકડીને આરામ આપવામાં આવ્યો છે. ઓપનર સૈમ અયુબ અને વિકેટકીપર-બૅટર હસીબુલ્લાહ ખાનને ઇન્જરીને કારણે અને ટૉપ ઑર્ડર બૅટર અબદુલ્લા શફીકને ખરાબ ફૉર્મને કારણે ટીમમાં સ્થાન નથી મળ્યું.