બાબરની કૅપ્ટન્સી ખતરામાં: રફરાઝ, આફ્રિદી કે રિઝવાન બની શકે નવો સુકાની

25 October, 2023 09:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અકરમ, મિસબાહ, રમીઝ, શોએબ મલિક અને શોએબ અખ્તર સહિત કુલ નવ ભૂતપૂર્વ ખેલાડીઓ બાબર અને તેની ટીમ પર ખફા

બાબરની કૅપ્ટન્સી ખતરામાં

વન-ડે વર્લ્ડ કપમાં ભારત, ઑસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામે પરાજય થવાને કારણે પાકિસ્તાનની ટીમનું નાક કપાઈ ગયું છે અને સ્પર્ધાની બહાર ફેંકાઈ જવાની તૈયારીમાં છે ત્યારે કૅપ્ટન બાબર આઝમની ચોમેરથી ટીકા થઈ હી છે. તેની કૅપ્ટન્સી ખતરામાં છે અને વર્લ્ડ કપમાંથી તેની ટીમ નિષ્ફળતાને પગલે (પોતાના દેશના ઍરપોર્ટના પાછળના દરવાજામાંથી બહાર નીકળી જાય ત્યાર બાદ) પાકિસ્તાન પાછી આવે ત્યારે તરત જ બાબરનો અનુગામી શોધવાની તૈયારી કરવામાં આવશે એવી પાકિસ્તાન ક્રિકેટમાં ચર્ચા છે.
બાબરના અનુગામી બનાવવા સરફરાઝ અહમદ, શાહીન શાહ આફ્રિદી અને મોહમ્મદ રિઝવાનના નામ બોલાય છે.
દરમ્યાન, બાબરને કૅપ્ટનપદેથી તત્કાળ હટાવવા કેટલાક ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડીઓએ માગણી કરી છે. તેના સુકાનની ટીકા પણ કેટલાકે કરી છે અને ભારતના વર્લ્ડ કપમાં પાકિસ્તાનના ફ્લૉપ-શો બદલ બાબર અને તેની ટીમને વખોડનારાઓમાં વસીમ અકરમ, મિસબાહ-ઉલ-હક, રમીઝ રાજા, શોએબ મલિક, શોએબ અખ્તર, રાશિદ લતીફ, અકીબ જાવેદ, મોહમ્મદ હાફિઝ અને મોઇન ખાનનો સમાવેશ છે.

sports news cricket news world cup