15 July, 2024 04:26 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent
ટીમ ઈન્ડિયા (ફાઈલ તસવીર)
Champions Trophy 2025: આઈસીસી ચેમ્પિયન્સ ટ્રૉફીનું આયોજન આવતા વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી પાકિસ્તાનમાં પ્રસ્તાવિત છે. કારણકે આ ટૂર્નામેન્ટની મેજબાની પાકિસ્તાનને મળી છે, એવામાં સૌથી મોટો મુદ્દો એ છે કે ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રૉફી માટે આવતા વર્ષે પાકિસ્તાન પ્રવાસ પર જશે કે નહીં... આમ તો આ વાતની વધારે શક્યતા છે કે, ભારતીય ટમ ખરાબ કૂટનીતિક તેમજ રાજનૈતિક સંબંધોને કારણે પાકિસ્તાનના પ્રવાસે નહીં જાય. જો કે, અંતિમ નિર્ણય ભારત સરકારે જ લેવાનો રહેશે.
ભારતના પાકિસ્તાન પ્રવાસે ન જવા પર ટૂર્નામેન્ટનું આયોજન હાઈબ્રિડ મૉડલ હેઠળ થઈ શકે છે. જો કે, પાકિસ્તાન ક્રિકેટ બૉર્ડ (PCB) આખી ટૂર્નામેન્ટ પોતાના દેશમાં આયોજત કરવા માગે છે. પાકિસ્તાની મીડિયા રિપૉર્ટ્સ પ્રમાણે પીસીબી ચેમ્પિયન્સ ટ્રૉફીને પાકિસ્તાનમાં આયોજિત કરવાના પોતાના વલણથી પીછે હઠ નહીં કરે અને આ અઠવાડિયે શ્રીલંકામાં થનારી આઈસીસી બેઠક દરમિયાન પણ બૉર્ડ આ વલણ પર કાયમ રહેશે.
... તો PAK T20 WCનો બહિષ્કાર કરશે!
ICC બોર્ડની બેઠક 19 થી 22 જુલાઈ દરમિયાન યોજાવાની છે. પીસીબી અધ્યક્ષ મોહસિન નકવી કોલંબોમાં યોજાનારી આ બેઠકમાં ભાગ લઈ શકે છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો ભારત ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહીં જાય તો તે 2026માં યોજાનાર T20 વર્લ્ડ કપનો બહિષ્કાર કરશે. T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવનાર છે.
Champions Trophy 2025: ભારતે ગયા વર્ષે આયોજિત એશિયા કપ માટે પાકિસ્તાન જવાની પણ ના પાડી દીધી હતી. આ પછી પીસીબીને એશિયા કપ `હાઈબ્રિડ મોડલ` હેઠળ કરાવવાની ફરજ પડી હતી. હવે પાકિસ્તાનને ડર છે કે એશિયા કપ 2023ની જેમ આ ટૂર્નામેન્ટ પણ `હાઈબ્રિડ મોડલ` હેઠળ યોજવી પડી શકે છે. જો ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની મેચો UAE અથવા શ્રીલંકામાં શિફ્ટ થઈ શકે છે.
ICC બોર્ડની બેઠકોમાં દરેક સભ્ય પોતાનો મુદ્દો ઉઠાવી શકે છે જેના પર મતદાન થાય છે. પરંતુ જો સભ્ય દેશની સરકાર કહે છે કે તેઓ ત્યાં રમી શકતા નથી તો ICCએ વિકલ્પો શોધવા પડશે. ગત વર્ષે એશિયા કપ દરમિયાન બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્ની અને ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા પાકિસ્તાન ગયા હતા.
પીસીબીએ શિડ્યુલ તૈયાર કરીને આઈસીસીને મોકલી દીધું
પીસીબીએ ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડ્યુલ તૈયાર કરી આઈસીસી અને તેના સભ્ય દેશોને મંજૂરી માટે મોકલી દીધું છે. દરેક જગ્યાએથી લીલી ઝંડી મળ્યા બાદ તેને છોડવામાં આવશે. પરંતુ તે પહેલા જ આ શેડ્યૂલ વાયરલ થઈ ગયું હતું. આ મુજબ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 કરાચીમાં 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. ઓપનિંગ મેચ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. તેમજ શેડ્યુલ મુજબ ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1 માર્ચે લાહોરમાં મેચ રમાશે. ભારતની તમામ મેચ લાહોરમાં યોજાય છે.
આ બધું હોવા છતાં, BCCI દ્વારા ભારત પ્રવાસ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. એક સૂત્રએ કહ્યું કે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જાય તેવી શક્યતા ઓછી છે, પરંતુ આ મામલે અંતિમ નિર્ણય સરકાર લેશે. ભારતીય ટીમે છેલ્લે 2008માં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યારપછી મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન પ્રવાસ પર એશિયા કપ રમ્યો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયા ફાઈનલમાં પહોંચી, જ્યાં શ્રીલંકાના હાથે 100 રને હાર થઈ.