સુપર-એઇટની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ઓમાન

11 June, 2024 08:50 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

કૅપ્ટન જોસ બટલરની ટીમે હવે પછીની બન્ને મૅચ મોટા અંતરથી જીતવી પડશે અને ઑસ્ટ્રેલિયા-નામિબિયાની હારની પ્રાર્થના કરવી પડશે.

ઓમાન

૯ જૂને આખી દુનિયાની નજર ન્યુ યૉર્કમાં રમાયેલી ભારત-પાકિસ્તાનની મૅચ પર હતી ત્યારે ઍન્ટિગામાં ઓમાન અને સ્કૉટલૅન્ડ વચ્ચે પણ રોમાંચક મૅચ રમાઈ હતી. ઓમાને ૭ વિકેટ ગુમાવીને ૧૫૧ રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને સ્કૉટલૅન્ડે ૧૩.૧ ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન સાથે ૧૫૩ રન બનાવીને ચેઝ કરી લીધો હતો. ૧૯મો રૅન્ક ધરાવતી ઓમાનની ટીમ સતત ત્રણ હાર સાથે T20 વર્લ્ડ કપ 2024ના સુપર-એઇટની રેસમાંથી બહાર થઈ છે, જ્યારે પાંચ પૉઇન્ટ સાથે ૧૪મો રૅન્ક ધરાવતી સ્કૉટલૅન્ડની ટીમ ગ્રુપ Bમાં ટૉપ પર છે. ઑસ્ટ્રેલિયા ૪ પૉઇન્ટ સાથે બીજા ક્રમે છે. ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ પર હવે સુપર-એઇટની રેસમાંથી બહાર થવાની તલવાર લટકી રહી છે. કૅપ્ટન જોસ બટલરની ટીમે હવે પછીની બન્ને મૅચ મોટા અંતરથી જીતવી પડશે અને ઑસ્ટ્રેલિયા-નામિબિયાની હારની પ્રાર્થના કરવી પડશે.

oman sports news cricket news england