16 January, 2023 08:11 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
વિશ્વના ટોચના બેટ્સમેનો ODI (Best Batsmen In The World)ની યાદી બનાવવામાં આવે અને તેમાંથી 4 ભારતીય હોય તો ગર્વથી છાતી ફૂલી જાય તે સ્વાભાવિક છે. આ ODI (One Day International) ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદી છે. આ યાદીમાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર નંબર વન પર છે. ટોપ-10ની યાદીમાં 4 ભારતીય અને 3 શ્રીલંકાના બેટ્સમેન છે. ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન તરફથી એક-એક બેટ્સમેન આ યાદીમાં સામેલ છે.
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે (Sachin Tendulkar) 463 વનડેમાં 18426 રન બનાવ્યા છે. તેમની એવરેજ 44.83 હતી. સચિને તેની ODI કરિયરમાં 49 સદી અને 96 અડધી સદી ફટકારી હતી. તે વિશ્વમાં સૌથી વધુ ODI રન અને ODI સદી ધરાવનાર બેટ્સમેન છે.
વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં શ્રીલંકાના કુમાર સંગાકારા (Kumar Sangakkara) બીજા સ્થાને છે. તેમણે 404 મેચમાં 41.98ની એવરેજથી 14234 રન બનાવ્યા છે. તેમના નામે 25 સદી છે.
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગ (Ricky Ponting) સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં ત્રીજા નંબરે છે. તેમણે 375 મેચમાં 42.03ની એવરેજ અને 30 સદીની મદદથી 13704 રન બનાવ્યા છે.
વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં શ્રીલંકાના સનથ જયસૂર્યા (Sanath Jayasuriya) ચોથા નંબર પર છે. તેમણે 445 મેચમાં 32.36ની એવરેજથી 13430 રન બનાવ્યા છે. તેમના નામે 28 સદી છે.
વિરાટ કોહલી (Virat Kohli)એ 268 વનડેમાં 46 સદીની મદદથી 12754 રન બનાવ્યા છે. તેમની એવરેજ 58.23 છે. વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં કોહલી પાંચમા નંબર પર છે.
સૌરભ ગાંગુલી (Saurav Ganguly)એ 311 વનડેમાં 22 સદીની મદદથી 11363 રન બનાવ્યા છે. તેમની એવરેજ 41.02 છે. ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ગાંગુલી નવમા નંબરે છે.
ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચ રાહુલ દ્રવિડ (Rahul Dravid) ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોની યાદીમાં 10મા નંબર પર છે. તેમણે 344 મેચમાં 39.16ની એવરેજથી 10889 રન બનાવ્યા છે. તેમના નામે 12 સદી છે.
આ પણ વાંચો: છેલ્લી વન-ડેમાં કુલદીપ અને અર્શદીપને મળશે તક?
જોકે, એમએસ ધોની (MS Dhoni) સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં 11મા નંબર પર છે. તેમણે 350 મેચમાં 10773 રન બનાવ્યા છે. આ યાદીમાં રોહિત શર્મા 17મા, મોહમ્મદ અઝહરુદ્દીન 19મા, યુવરાજ સિંહ 23મા, વીરેન્દ્ર સેહવાગ 28મા નંબર પર છે. એટલે જો ટોપ 20ની યાદી જોઈએ તો તેમાં 7 ભારતીય છે.