midday

ચૅમ્પિયન્સ ટ્રોફી 2025નો હાઇએસ્ટ વિકેટટેકર હેન્રી હજી ફિટ નથી થઈ શક્યો

24 March, 2025 06:52 AM IST  |  Wellington | Gujarati Mid-day Correspondent

બન્ને મૅચમાંથી પણ બહાર થઈ ગયો છે. હેન્રી ઇન્જરીને કારણે ભારત સામેની ફાઇનલ મૅચ પણ રમી શક્યો નહોતો.
મૅટ હેન્રી

મૅટ હેન્રી

ન્યુ ઝીલૅન્ડ અને પાકિસ્તાન વચ્ચેની પાંચ મૅચની T20 સિરીઝની અંતિમ બે મૅચ આજે અને ૨૬ માર્ચે રમાશે. આ બન્ને મૅચમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025નો હાઇએસ્ટ વિકેટટેકર મૅટ હેન્રી (૧૦ વિકેટ) ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ માટે વાપસી કરવાનો હતો, પણ સાઉથ આફ્રિકા સામેની સેમીમાં થયેલી પીઠની ઇન્જરી અને ઘૂંટણના દુખાવાને કારણે તે આ બન્ને મૅચમાંથી પણ બહાર થઈ ગયો છે. હેન્રી ઇન્જરીને કારણે ભારત સામેની ફાઇનલ મૅચ પણ રમી શક્યો નહોતો.

Whatsapp-channel
new zealand pakistan t20 t20 international champions trophy cricket news sports news sports