News In Shorts: પોલીસને મારવા બદલ માઇકલ સ્લેટર સામે ગુનો નોંધાયો

04 April, 2023 10:49 AM IST  |  Canberra | Gujarati Mid-day Correspondent

ઑફિસરની મારપીટ કરતાં ઑફિસરના હાથ પર કાપો પડી ગયો હતો.

માઇકલ સ્લેટર

પોલીસને મારવા બદલ માઇકલ સ્લેટર સામે ગુનો નોંધાયો

૫૩ વર્ષના ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ઓપનર માઇકલ સ્લેટરે શુક્રવારે રાતે ક્વીન્સલૅન્ડ ખાતેની એક ઘટનામાં પોલીસ અધિકારીને માર મારવા બદલ સ્લેટર વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ઘરકંકાસની ઘટનામાં પોલીસને બોલાવવામાં આવી ત્યારે કહેવાય છે કે સ્લેટરે પોલીસને ઘટનાસ્થળે આવતી અટકાવી હતી અને એક ઑફિસરની મારપીટ કરતાં ઑફિસરના હાથ પર કાપો પડી ગયો હતો.

નોવાક જૉકોવિચ પાછો નંબર-વન થયો, પણ ફરી ગુમાવી શકે

સ્પેનનો ૧૯ વર્ષનો ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારેઝ બે અઠવાડિયાં પહેલાં મેન્સ ટેનિસના ક્રમાંકમાં સર્બિયાના નોવાક જૉકોવિચને નંબર-વનના સ્થાનેથી હટાવીને અવ્વલ રૅન્ક પર આવનારો સૌથી યુવાન ખેલાડી હતો, પરંતુ તે (અલ્કારાઝ) માયામી ઓપનની સેમી ફાઇનલમાં હારી જતાં જૉકોવિચે નંબર-વનનો રૅન્ક પાછો લઈ લીધો છે. જોકે અલ્કારાઝ હવે મોન્ટે કાર્લો ટુર્નામેન્ટમાં સારું પર્ફોર્મ કરીને પાછો જૉકોવિચના સ્થાને નંબર-વન થઈ શકે એમ છે.

ડેનિલ મેડવેડેવે સીઝનની ચોથી ટ્રોફી જીતી લીધી

રશિયાનો ટેનિસ ખેલાડી ડેનિલ મેડવેડેવ રવિવારે સીઝનની પાંચમી ફાઇનલમાં રમ્યો હતો અને એમાંથી ચોથી ફાઇનલ જીત્યો હતો. તેણે એ દિવસે માયામી ઓપનની ફાઇનલમાં ઇટલીના યાનિક સિનરને ફક્ત ૩૪ મિનિટમાં ૭-૫, ૬-૩થી હરાવ્યો હતો.

ઇંગ્લૅન્ડની ફુટબોલર્સ માટે બનાવાઈ બ્લુ શૉર્ટ્‍સ

ઇંગ્લૅન્ડની મહિલા ફુટબૉલ ખેલાડીઓએ પિરિયડ દરમ્યાન સફેદ રંગની શૉર્ટ્‍સ પહેરીને રમવામાં પોતાને રક્તસ્ત્રાવ સહિતની જે તકલીફો થતી હોય છે એને ધ્યાનમાં રાખીને હવે પછી બ્લુ રંગનાં શૉર્ટ્‍સ પહેરીને રમવાનું નક્કી કર્યું છે. લાયનેસ તરીકે જાણીતી બ્રિટિશ ફુટબોલર્સની ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડ સામેની સિરીઝ નિમિત્તે જાણીતી કંપનીએ તેમના નવા ડ્રેસનું ગઈ કાલે લૉન્ચિંગ કર્યું હતું. 

sports news sports australia miami novak djokovic tennis news football