અંગ્રેજોને ૧૪૩ રનમાં ઑલઆઉટ કરવા છતાં ફૉલો-ઑન ન આપ્યું કિવીઓએ

16 December, 2024 09:34 AM IST  |  Wellington | Gujarati Mid-day Correspondent

બીજી ઇનિંગ્સમાં ત્રણ વિકેટે ૧૩૬ રન બનાવીને ન્યુ ઝીલૅન્ડે લીધી કુલ ૩૪૦ રનની લીડ

કિવી બોલર મૅટ હેન્રી સામે લાચાર જોવા મળ્યા અંગ્રેજ બૅટર

ઇંગ્લૅન્ડ સામે પહેલી બે ટેસ્ટ હારીને ક્રો-થૉર્પ ટ્રોફી હારનાર યજમાન ટીમ ન્યુ ઝીલૅન્ડે ત્રીજી ટેસ્ટના બીજા દિવસે શાનદાર લીડ મેળવી છે. પહેલી ઇનિંગ્સમાં ૯૭.૧ ઓવરમાં ૩૪૭ રન ફટકારનાર કિવી ટીમે અંગ્રેજોને ૩૫.૪ ઓવરમાં ૧૪૩ રનમાં ઑલઆઉટ કરી દીધા હતા. ૨૦૪ રનની પણ વધુની લીડ હોવા છતાં કિવીઓએ મહેમાન ટીમને ફૉલો-ઑન આપ્યું નહોતું. બીજા દિવસની રમતના અંતે ન્યુ ઝીલૅન્ડે હૅમિલ્ટનના મેદાન પર બીજી ઇનિંગ્સમાં ૩૨ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૩૬ રન બનાવ્યા છે. 

યજમાન ટીમ પાસે હાલમાં ૩૪૦ રનની જંગી લીગ છે. અનુભવી બૅટર કેન વિલિયમસન (૫૦ રન) અને ઑલરાઉન્ડર રાચિન રવીન્દ્ર (બે રન) બીજા દિવસને અંતે અણનમ રહ્યા છે. ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર મૅટ હેન્રીએ ૧૩.૪ ઓવરમાં ૪૮ રન આપીને સૌથી વધારે ચાર વિકેટ લઈને અંગ્રેજોને પહેલી ઇનિંગ્સમાં ઘૂંટણિયે પડવા મજબૂર કર્યા હતા. ફાસ્ટ બોલર વિલિયમ ઓરોર્કે અને ઑલરાઉન્ડર સ્પિનર મિચલ સેન્ટનરે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. 

new zealand england rachin ravindra kane williamson cricket news sports sports news