આતંકવાદી ધમકીના ખોફ વચ્ચે પાકિસ્તાનની પોકળ સિક્યૉરિટીની પોલ ખૂલી ગઈ

26 February, 2025 05:22 PM IST  |  Rawalpindi | Gujarati Mid-day Correspondent

રાવલપિંડીમાં એક માણસ મેદાનમાં અંદર ઘૂસી આવ્યો

મેદાનમાં આવેલો ફૅન ઑલરાઉન્ડર રચિન રવીન્દ્રને આવીને ભેટી પડ્યો હતો.

સોમવારે રાવલપિંડીમાં ન્યુ ઝીલૅન્ડ અને બંગલાદેશ વચ્ચેની મૅચ દરમ્યાન એક એવી ઘટના બની જેનાથી ક્રિકેટજગત ચિંતામાં મુકાયું છે. કિવી બૅટર ટૉમ લૅધમ અને રચિન રવીન્દ્રની બૅટિંગ સમયે એક ફૅન સુરક્ષાદીવાલ ભેદીને મેદાનમાં આવી ગયો હતો. હાથમાં ઇસ્લામિક રાજકીય પક્ષ તહરીક-એ-લબ્બૈકના નેતા સાદ રિઝવીનો ફોટો લઈને મેદાનમાં આવેલો ફૅન ભારતીય મૂળના ઑલરાઉન્ડર રચિન રવીન્દ્રને આવીને ભેટી પડ્યો હતો. પચીસ વર્ષનો આ બૅટર પણ તેને પોતાની તરફ આવતો જોઈ ગભરાયો હતો.

આ ઘટના ત્યારે બની જ્યારે પાકિસ્તાનના ગુપ્તચર બ્યુરોએ ચૅમ્પિયન્સ ટ્રોફીમાં હાજરી આપનારા વિદેશી મહેમાનોના અપહરણ કરવાના કથિત કાવતરા વિશે હાઈ અલર્ટ જાહેર કરી છે. અહેવાલ અનુસાર પાકિસ્તાનમાં અનેક આતંકવાદી સંગઠનો સામે અલર્ટ જાહેર કરવામાં આવી છે પણ આ સામાન્ય ક્રિકેટ-ફૅને મેદાનમાં સરળતાથી ઘૂસીને સુરક્ષાવ્યવસ્થાની પોલ ખોલી દીધી હતી.

new zealand bangladesh rachin ravindra pakistan cricket news international cricket council sports news sports