30 September, 2024 11:47 AM IST | Sri Lanka | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
શ્રીલંકા સામે ક્લીન સ્વીપ બાદ ન્યુ ઝીલૅન્ડ ટીમ માટે હવે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની આ ઍડિશનમાં ફાઇનલમાં પહોંચવું ઘણું મુશ્કેલ બની ગયું છે. શ્રીલંકાની ટીમ હવે WTC પૉઇન્ટ્સ-ટેબલમાં ત્રીજા સ્થાને છે અને એના પૉઇન્ટની ટકાવારી ૫૫.૫૬ છે, જ્યારે તે હવે બીજા સ્થાને રહેલી ઑસ્ટ્રેલિયન ટીમ (૬૨.૫૦)થી થોડી પાછળ છે. શ્રીલંકાની આ ટૂર ન્યુ ઝીલૅન્ડની ટીમ માટે દુઃસ્વપ્ન સાબિત થઈ છે. બીજી ટેસ્ટ-મૅચ પહેલાં કિવી ટીમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપના પૉઇન્ટ્સ-ટેબલમાં ૪૨.૮૫ પૉઇન્ટની ટકાવારી સાથે ચોથા સ્થાને હતી. હવે આ મૅચમાં હાર બાદ આ ટીમ સીધી નંબર ૭ પર પહોંચી ગઈ છે જેમાં એના પૉઇન્ટની ટકાવારી હવે ૩૭.૫૦ થઈ ગઈ છે.
WTC પૉઇન્ટ્સ-ટેબલમાં દરેક ટીમની પૉઇન્ટ ટકાવારી
ભારત ૭૧.૬૭
ઑસ્ટ્રેલિયા ૬૨.૫૦
શ્રીલંકા ૫૫.૫૬
ઇંગ્લૅન્ડ ૪૨.૧૯
બંગલાદેશ ૩૯.૨૯
સાઉથ આફ્રિકા ૩૮.૮૯
ન્યુ ઝીલૅન્ડ ૩૭.૫૦
પાકિસ્તાન ૧૯.૦૫
વેસ્ટ ઇન્ડીઝ ૧૮.૫૨