09 January, 2025 09:36 AM IST | Hamilton | Gujarati Mid-day Correspondent
માર્ટિન ગપ્ટિલ
ન્યુ ઝીલૅન્ડના શાનદાર ઓપનર માર્ટિન ગપ્ટિલે ગઈ કાલે પોતાની ૧૪ વર્ષની શાનદાર કરીઅરનો અંત કરવાની જાહેરાત કરી હતી. ૩૮ વર્ષના આ ક્રિકેટરે છેલ્લે ઑક્ટોબર ૨૦૨૨માં ન્યુ ઝીલૅન્ડ માટે ઇન્ટરનૅશનલ મૅચ રમી હતી. ૩૬૭ મૅચમાં ૨૩ સેન્ચુરી અને ૭૬ હાફ-સેન્ચુરી સાથે તેણે ૧૩,૪૬૩ રન બનાવ્યા છે. તે ન્યુ ઝીલૅન્ડનો પાંચમો હાઇએસ્ટ રન-સ્કોરર પણ છે.
૨૦૧૯માં વન-ડે વર્લ્ડ કપ સેમી ફાઇનલમાં તેના શાનદાર થ્રોને કારણે ભૂતપૂર્વ ભારતીય વિકેટકીપર-બૅટર મહેન્દ્ર સિંહ ધોની રનઆઉટ થયો હતો. એ સમયે ભારતની જીત ધોનીની બૅટિંગ પર નિર્ભર કરતી હતી પણ રનઆઉટને કારણે ભારત સેમી ફાઇનલ હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થયું હતું. ૧૧ જાન્યુઆરીએ ન્યુ ઝીલૅન્ડ અને શ્રીલંકા વચ્ચે ઑકલૅન્ડમાં ત્રીજી વન-ડે મૅચ રમાશે ત્યારે ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ બોર્ડ તેનું વિશેષ સન્માન કરવાની તૈયારી કરી રહ્યું છે.
માર્ટિન ગપ્ટિલની કરીઅર |
|
૪૭ ટેસ્ટ |
૨૫૮૬ રન |
૧૯૮ વન-ડે |
૭૩૪૬ રન |
૧૨૨ T20 |
૩૫૩૧ રન |