06 September, 2024 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડની ક્રિકેટ ટીમ અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ રમવા ભારતની રાજધાની દિલ્હી પહોંચી હતી. અફઘાનિસ્તાન સામે ટેસ્ટ-ઇતિહાસની પહેલી મૅચ રમવા માટે ન્યુ ઝીલૅન્ડની ટીમ વહેલી સવારે ૫.૪૦ વાગ્યે ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પહોંચી અને ત્યાંથી ગ્રેટર નોએડા જવા રવાના થઈ હતી. અફઘાનિસ્તાનના ક્રિકેટરોએ તેમના પહેલાં જ ભારત પહોંચીને પ્રૅક્ટિસ શરૂ કરી દીધી છે. નવથી ૧૩ સપ્ટેમ્બર વચ્ચે બન્ને ટીમ વચ્ચે આ ઐતિહાસિક ટેસ્ટ-મૅચ રમાશે. ગ્રેટર નોએડાનું સ્ટેડિયમ અફઘાનિસ્તાનનું હોમગ્રાઉન્ડ બનશે.