ફૂડ ડિલીવરી બૉય વર્લ્ડ કપની ટીમમાં? કેવી રીતે બદલાઈ આ છોકરાની કિસ્મત?

22 September, 2023 07:10 PM IST  |  Chennai | Gujarati Mid-day Online Correspondent

આ વાત છે 29 વર્ષના લોકેશ કુમારની, જે 48 કલાકમાં એક ફૂડ ડિલીવરી બૉયમાંથી એક આંતરરાષ્ટ્રીય ટીમમાં સામેલ થઈ ગયો.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે

જ્યારે નસીબ કોઈનો સાથ આપે છે તો તે નીચેથી ઉપર પહોંચી જાય છે. એવું જ કંઈક થયું છે ચેન્નઈમાં ફૂડ ડિલીવરી બૉયનું કામ કરનારા એક શખ્સ સાથે. તે શખ્સના નસીબ એવા તો બદલાયા કે તે સીધો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમના સપોર્ટ સ્ટાફમાં સામેલ થઈ ગયો. આ વાત છે 29 વર્ષના લોકેશ કુમારની, જે 48 કલાકમાં એક ફૂડ ડિલીવરી બૉયમાંથી એક આંતરરાષ્ટ્રીય ટીમમાં સામેલ થઈ ગયો.

લોકેશ વિશ્વ કપ 2023 માટે નીધરલેન્ડ ટીમમાં સામેલ થઈ ગયો છે. તે ટીમ સાથે નેટ બૉલર તરીકે ટ્રેનિંગ લેશે અને એલ્યૂરમાં શરૂ થનારા પ્રી-વર્લ્ડ કપમાં નીધરલેન્ડના બેટ્સમેનને સ્પિન બૉલરનો સામનો કરવાની ટેક્નિક શીખવશે.

લોકેશ કુમાર 5 વર્ષથી ફૂડ ડિલીવરી બૉય તરીકે કામ કરી રહ્યો છે. નીધરલેન્ડની ટીમ એક નેટ બૉલર માટે જાહેરાત લઈને આવી. લેફ્ટ હેન્ડ ફાસ્ટ બૉલરથી લૉક બનેલાને નીધરલેન્ડ ટીમ પ્રબંધન દ્વારા લગભગ 10 હજાર બૉલર્સનું મૂલ્યાંકન કર્યા બાદ પસંદગી કરવામાં આવી, જેમણે મોબાઈલ એપ્લિકેશન પર વીડિયો અપલોડ કરીને નેટ બૉલર માટે અરજી આપી હતી.

આ વિશે લોકેશે ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને કહ્યું, "આ મારા કરિઅરની સૌથી અનમોલ ક્ષણોમાંની એક છે. હું અત્યાર સુધી ટીએનસીએ થર્ડ ડિવીઝન લીગમાં પણ નથી રમ્યો. લોકેશ એક દિવસ પહેલા બુધવારે જ નીધરલેન્ડ્સ ટીમની કેમ્પમાં સામેલ થયો હતો. તેમે કહ્યું કે હું 4 વર્ષ સુધી પાંચમી ડિવીઝનમાં રમ્યો છું અને હાલની સીઝન માટે ચોથી ડિવીઝન સંગઠન ઈન્ડિયન ઑઈલ (આરઓ) એસ એન્ડ આરસી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. નીધરલેન્ડ ટીમ દ્વારા નેટ બૉલર તરીકે ચૂંટાયા બાદ મને લાગે છે કે આખરે મારી પ્રતિભાને ઓળખ મળી ગઈ છે."

તેમણે કહ્યું કે ફૂડ ડિલીવરી બૉય તરીકે કામ કરવાથી અપ્રત્યક્ષ રીતે તેને એક ક્રિકેટર તરીકે વિકસિત થવામાં મદદ મળી. લોકેશ પ્રમાણે, કલેજના દિવસો બાદ મારું ફોકસ ક્રિકેટ પર હતું. હું 4 વર્ષ સુધી ક્રિકેટ રમ્યો. પછી 2018માં કામ કરવાનો નિર્ણય લીધો. હું છેલ્લા ચાર વર્ષથી સ્વિગી સાથે છું. મારી પાસે આવકનો અન્ય કોઈ સ્ત્રોત નથી. આ નોકરી એવી છે કે હું જ્યારે ઈચ્છું ત્યારે હું રજા લઈ શકું છું.

આ સમાચાર પછી લોકેશ ખુશ થાય તે સ્વાભાવિક છે. પરંતુ તેના કારણે ઘણા એવા લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમની પાસે ટેલેન્ટ છે પરંતુ કોઈને કોઈ કારણોસર તેમને તક નથી મળી રહી. લોકેશ પોતે IPLમાં પોતાનું નસીબ અજમાવવા માંગે છે. આવી સ્થિતિમાં તેની આ સિદ્ધિ IPLમાં તેનો રસ્તો કેટલો સરળ બનાવે છે? આ તો સમય નક્કી કરશે. પરંતુ લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે આ કેસ પછી ક્રિકેટને સમર્પિત યુવાનોનો આત્મવિશ્વાસ ચોક્કસપણે વધશે.

સોશિયલ મીડિયા પરની પ્રતિક્રિયાઓને જોતાં, તેમાં કોઈ શંકા નથી કે સ્વિગીની આ ડિલિવરી એક્ઝિક્યુટિવ હવે દેશના તમામ યુવાનો માટે પ્રેરણા બની ગઈ છે.

cricket news netherlands sports news sports chennai international cricket