નેપાલને ૪ વિકેટે હરાવીને નેધરલૅન્ડ્સે જીતી લીધી ત્રિકોણીય T20 સિરીઝ

06 March, 2024 08:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નેધરલૅન્ડ્સે ૧૯.૩ ઓવરમાં ૧૮૯ રન બનાવીને ચાર વિકેટે ફાઇનલ જીતી લીધી હતી. 

નેધરલૅન્ડ્સ

નામિબિયા, નેપાલ અને નેધરલૅન્ડ્સ વચ્ચે નેપાલમાં T20 ત્રિકોણીય સિરીઝ રમાઈ હતી. પાંચમી માર્ચે નેધરલૅન્ડ્સ અને નેપાલ વચ્ચેની ફાઇનલ મૅચ હાઈ-સ્કોરિંગ રહી હતી. પ્રથમ બૅટિંગ કરતાં નેપાલે ૮ વિકેટે ૧૮૪ રન બનાવ્યા હતા. નેધરલૅન્ડ્સે ૧૯.૩ ઓવરમાં ૧૮૯ રન બનાવીને ચાર વિકેટે ફાઇનલ જીતી લીધી હતી. 

sports news sports cricket news nepal netherlands t20 international