20 December, 2024 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
૩૮ વર્ષથી રમાતા ક.વી.ઓ. સેવા સમાજ નવનીત ગામ ગ્રુપ T20 કપમાં આ વર્ષે ૪૧ ગામોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં હજી સુધી અજેય રહેલા બિદડા અને પુનડી વચ્ચે ચૅમ્પિયન બનવા ખરાખરીનો જંગ આજે ફાતિમા ગ્રાઉન્ડ, વિદ્યાવિહારમાં બપોરે એક વાગ્યાથી યોજાશે. ગામ બિદડાની ટીમ સતત ત્રીજા વર્ષે ફાઇનલમાં પહોંચી છે અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન પણ છે. પ્રથમ રાઉન્ડમાં પરાજિત ટીમો વચ્ચેની પ્લેટ ગ્રુપની ફાઇનલમાં દેશલપર અને ડોણ વચ્ચે મુકાબલો થશે. નવનીત પરિવારના અનિલ ગાલા દ્વારા પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવશે. સૌ ક્રિકેટરસિકોને આ જબરદસ્ત ફાઇનલ જોવા આમંત્રણ છે.