વિદેશમાં પાંચ સેન્ચુરી ફટકારનાર પ્રથમ બંગલાદેશી બન્યો મુશફિકુર રહીમ

25 August, 2024 07:56 AM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

મુશફિકુર ટેસ્ટમાં ૯ રનથી ચોથી ડબલ સેન્ચુરી ચૂકી ગયો

મુશફિકુર રહીમ

૩૭ વર્ષના બંગલાદેશી બૅટર મુશફિકુર રહીમે ગઈ કાલે પાકિસ્તાન સામે ૩૪૧ બૉલમાં ૧૯૧ રનની ઇનિંગ્સ રમીને ધમાલ મચાવી હતી. ટેસ્ટ-કરીઅરની ૧૧મી સેન્ચુરી ફટકારનાર મુશફિકુર રહીમ વિદેશમાં પાંચ સેન્ચુરી કરનારો પહેલો બંગલાદેશી બન્યો છે. ત્રણ વાર ટેસ્ટમાં ડબલ સેન્ચુરી ફટકારનાર આ ક્રિકેટર ગઈ કાલે ૯ રનથી ચોથી વાર આ કમાલ કરવાનું ચૂકી ગયો હતો. ૧૫,૧૫૯ ઇન્ટરનૅશનલ રન ફટકારનાર મુશફિકુર રહીમ ટૂંક સમયમાં તમીમ ઇકબાલ (૧૫,૧૯૨ રન)ને પછાડીને સૌથી વધુ રન ફટકારનાર બંગલાદેશી બૅટર બનશે.

પહેલાં ૬ વિકેટે ૪૪૮ રનના સ્કોરે ઇનિંગ્સ ડિક્લેર કરનાર પાકિસ્તાન સામે ઑલઆઉટ થઈને બંગલાદેશે ૫૬૫ રન કર્યા હતા. ગઈ કાલે ચોથા દિવસની રમતના અંતે બીજી ઇનિંગ્સમાં ૧ વિકેટે ૨૩ રન કરનાર પાકિસ્તાન હાલમાં આ ટેસ્ટમાં ૯૪ રન પાછળ છે. 

pakistan bangladesh sports news sports cricket news