મુંબઈને ચિયર્સ કરશે ૧૯,૦૦૦ ગર્લ્સ

16 April, 2023 10:29 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વાનખેડે સ્ટેડિયમમાં આજે કલકત્તા સામે મુંબઈની ટીમ ટકરાશે. મુંબઈની ટીમનો ઉત્સાહ વધારવા માટે ૧૯,૦૦૦ ગર્લ્સ હાજર રહેશે,

મુંબઈને ચિયર્સ કરશે ૧૯,૦૦૦ ગર્લ્સ

વાનખેડે સ્ટેડિયમમાં આજે કલકત્તા સામે મુંબઈની ટીમ ટકરાશે. મુંબઈની ટીમનો ઉત્સાહ વધારવા માટે ૧૯,૦૦૦ ગર્લ્સ હાજર રહેશે, જેમાં વિવિધ ૩૬ જેટલી એનજીઓનો સમાવેશ થાય છે. એમાં ૨૦૦ જેટલાં સ્પેશ્યલ ચિલ્ડ્રન્સ પણ છે. રિલાયન્સ ફાઉન્ડેશનના એજ્યુકેશન ઍન્ડ સ્પોર્ટ્સ ફૉર ઑલ (એએસએ) અભિયાન અંતર્ગત દર વર્ષે શહેરની વિ​વિધ એનજીઓનાં બાળકોને મૅચ જોવા માટે આમંત્રણ આપવામાં આવે છે. ૧૯,૦૦૦ ગર્લ્સને ૫૦૦ બેસ્ટ અને પ્રાઇવેટ બસો દ્વારા સ્ટેડિયમમાં લાવવામાં આવશે. તેમના માટે ૧,૦૦,૦૦૦ ફૂડ બૉક્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ વિશે રિલાયન્સ ફાઉન્ડેશનનાં ચૅરપર્સન નીતા એમ. અંબાણીએ કહ્યું હતું કે આ સ્પેશ્યલ મૅચ સ્પોર્ટ્સમાં મહિલાઓની ભાગીદારીની ઉજવણી છે. 

sports news mumbai cricket news wankhede