મુંબઈના ડૉક્ટર દિનશૉ પારડીવાલા પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતીય ટીમના ચીફ મેડિકલ ઑફિસર બન્યા

07 July, 2024 02:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિષભ પંતના ડૉક્ટર પારડીવાલાએ કહ્યું કે મેડલ જીતવા માટે સંપૂર્ણ રીતે ફિટ છે ભારતીય ખેલાડીઓ

ડૉ. દિનશૉ પારડીવાલા

ફેમસ સ્પોર્ટ્સ મેડિકલ નિષ્ણાત ડૉ. દિનશૉ પારડીવાલાને પૅરિસ ઑલિમ્પિક્સ માટે ભારતીય ટીમના ચીફ મેડિકલ અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાગ લેનાર નીરજ ચોપડા સહિતના તમામ ભારતીય ખેલાડીઓ સંપૂર્ણ રીતે ફિટ છે. કેટલાક ખેલાડીઓ નાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, પરંતુ તેઓ બધા સક્ષમ અને પ્રદર્શન કરવા માટે પૂરતા ફિટ છે.’