24 January, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર : શાદાબ ખાન
મુંબઈ ક્રિકેટ અસોસિએશન (MCA) દ્વારા ગઈ કાલે એક અનોખો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ રચવામાં આવ્યો હતો. વાનખેડેમાં પ્રથમ ઇન્ટરનૅશનલ મૅચ રમાઈ એની ગઈ કાલે પચાસમી વર્ષગાંઠ હતી અને એ નિમિત્તે MCAએ ‘લાર્જેસ્ટ ક્રિકેટ બૉલ સેન્ટેન્સ’ એટલે કે ક્રિકેટના બૉલનો ઉપયોગ કરીને બનાવેલા સૌથી લાંબા વાક્યનો વિક્રમ સરજ્યો હતો. MCA દ્વારા ગઈ કાલે વાનખેડે સ્ટેડિયમમાં કુલ ૧૪,૫૦૫ રેડ ઍન્ડ વાઇટ બૉલનો ઉપયોગ કરીને FIFTY YEARS OF WANKHEDE STADIUM. લખવામાં આવ્યું હતું. MCA હવે આ બૉલ સ્કૂલો, ક્લબ્સ અને સ્વૈચ્છિક સંસ્થાઓના આશાસ્પદ ક્રિકેટરોને આપી દેશે. વાનખેડે સ્ટેડિયમમાં ૧૯૭૫માં સૌપ્રથમ ઇન્ટરનૅશનલ મૅચ ૨૩થી ૨૯ જાન્યુઆરી સુધી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાઈ હતી.
ક્યા શબ્દ માટે કેટલા બૉલ વપરાયા? |
|
FIFTY |
૧૯૦૨ |
YEARS |
૨૮૩૧ |
OF |
૧૦૬૬ |
WANKHEDE |
૪૯૯૦ |
STADIUM |
૩૬૭૨ |
પૂર્ણવિરામ (.) |
૪૪ |
કુલ |
૧૪,૫૦૫ |