ફ્લાઈટમાં એર હોસ્ટેસે MS Dhoniને ઓફર કરી એવી વસ્તુ કે વીડિયો થઈ ગયો વાયરલ 

26 June, 2023 03:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)અને એર હોસ્ટેસનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એર હોસ્ટેસ ચાહક માહીને ફ્લાઈટમાં એવી વસ્તુ ઓફર કરે છે લોકો જોતા રહી જાય છે.

વીડિયોમાંથી સ્ક્રીનશૉટ

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)અને એર હોસ્ટેસનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ચોકલેટની આખી ટ્રે માહીને આપી રહી છે. આ પછી ફેન્સ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એમએસ ધોની (MS Dhoni)અને એર હોસ્ટેસનો વાયરલ વિડીયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોની (MS Dhoni)મેદાનની અંદર અને બહાર તેમના બેજોડ આકર્ષિત કામ  માટે જાણીતા છે. તાજેતરમાં ધોનીએ એર હોસ્ટેસનો દિવસ બનાવી દીધો હતો. વાત એમ છે કે આ દિવસોમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ફ્લાઈટ દરમિયાન એક એર હોસ્ટેસે તેને ચોકલેટની આખી ટ્રે ઓફર કરી હતી.

ધોનીએ એર હોસ્ટેસ પાસેથી ચોકલેટ લીધી

એર હોસ્ટેસ એમએસ ધોની(MS Dhoni viral video)ની મોટી ચાહક હોય એવું લાગી રહ્યું છે. જ્યારે એર હોસ્ટેસે ધોનીને ચોકલેટ ઓફર કરી ત્યારે તેણે માત્ર એક જ ચોકલેટ તેમાંથી લીધી હતી.ઉલ્લેખનીય છે કે ધોનીની દીકરી જીવાને ચોકલેટ ખૂબ જ પસંદ છે. આમ છતાં ધોનીએ એક જ પેકેટ ઉપાડ્યું. આ પછી તેણે એર હોસ્ટેસને બાકીની ચોકલેટ્સ લેવા કહ્યું.

IPL 2023ની મેચ દરમિયાન ધોનીને ઈજા થઈ હતી

એમએસ ધોનીએ ઘૂંટણની સર્જરી કરાવી છે. IPL 2023ની મેચ દરમિયાન ધોનીને ઈજા થઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સના સીઈઓ કાસી વિશ્વનાથને ધોનીની ઘણી પ્રશંસા કરી હતી જ્યારે તે ઈજા હોવા છતાં આઈપીએલ 2023ની આખી સિઝન રમ્યો હતો. ધોનીએ તેની ટીમને સંઘર્ષ સાથે માર્ગદર્શન આપ્યું અને રમત પ્રત્યે અતૂટ સમર્પણ દર્શાવ્યું.

તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, "અંત સુધી, ધોનીએ તેના ઘૂંટણ વિશે કોઈને ફરિયાદ નથી કરી. બધા જાણતા હતા, અને તમે જોયું જ હશે કે તેને દોડતી વખતે તકલીફ થઈ રહી હતી. પરંતુ તેણે ક્યારેય ફરિયાદ નથી કરી. છેવટે તેણે કહ્યું, `ઠીક છે, હું સર્જરી કરાવીશ` તેણે સર્જરી પૂર્ણ કરી છે, તે ખૂબ જ ખુશ છે."

MS ધોની IPL 2024માં વાપસી કરશે

નોંધનીય છે કે IPL 2023ની ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સની પાંચમી આઈપીએલ ટ્રોફી જીત બાદ એમએસ ધોનીએ સંકેત આપ્યો હતો કે તે આઈપીએલ 2024ની સીઝનમાં વાપસી કરી શકે છે. ધોનીએ કહ્યું હતું કે "જો તમે પરિસ્થિતિ પર નજર નાખો તો, નિવૃત્તિની જાહેરાત કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. મારા માટે તમારો આભાર માનવો અને નિવૃત્તિ લેવી સરળ છે. પરંતુ નવ મહિના અને વધુ એક IPL સિઝન માટે સખત મહેનત કરવી મુશ્કેલ છે." 

ms dhoni mahendra singh dhoni sports news viral videos indigo