12 February, 2024 08:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મહેન્દ્ર સિંહ ધોની
રમતમાં ૭ નંબરની જર્સી પ્રતિષ્ઠિત છે. આ નંબરનો ક્રેઝ ફુટબૉલથી લઈને ક્રિકેટમાં છે. જ્યારે ધોનીએ ૭ નંબરની જર્સી પહેરવાનું શરૂ કર્યું ત્યારે ભારતીય ક્રિકેટચાહકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ધોનીનું ક્રિકેટમાં નોંધનીય પ્રદર્શન બાદથી તેની ૭ નંબરની જર્સી ભારતીય ક્રિકેટચાહકોમાં વિશેષ બની ગઈ છે. ત્યારથી ચાહકોમાં એ ઉત્સુકતા વધી ગઈ છે કે ધોનીએ ૭ નંબરની જ જર્સી કેમ પસંદ કરી? એનો ખુલાસો ધોનીએ પોતે જ કર્યો હતો. ભૂતપૂર્વ વર્લ્ડ કપ વિજેતા સુકાનીએ એક ખાનગી કાર્યક્રમમાં પોતાના આ નિર્ણયને લઈને કહ્યું કે ‘આ નિર્ણય પાછળ કોઈ મોટો વિચાર નથી. મારાં માતા-પિતાએ જ નક્કી કર્યું કે મારી જન્મતારીખ જ જર્સીનો નંબર રહેશે.’ તમામ ક્રિકેટના ચાહકોને ખ્યાલ છે કે ધોનીની જન્મતારીખ ૭ છે અને જુલાઈ એટલે કે ૭મો મહિનો.
આ નંબરથી હવે તેનો વિષેશ સંબંધ જોડાઈ ગયો છે.