લાંબા વાળ, જૂના લુકમાં માહી

05 February, 2024 07:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વાઇરલ ફોટોમાં ધોની ટેનિસ કોર્ટમાં જોવા મળી રહ્યો છે.

એમ. એસ ધોની

આઇપીએલ ૨૦૨૪ શરૂ થાય એ પહેલાં જ ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ચર્ચામાં છે. ધોનીની એક તસવીર સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહી છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા ફોટોમાં મહેન્દ્ર સિંહ ધોની તેના જૂના લુકમાં એટલે કે લાંબા વાળમાં જોવા મળી રહ્યો છે. આ વાઇરલ ફોટોમાં ધોની ટેનિસ કોર્ટમાં જોવા મળી રહ્યો છે. માહીની શાનદાર ફિટનેસ પણ સ્પષ્ટપણે જોવા મળે છે. જોકે ધોનીનો ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. ફૅન્સ પોતાના ફેવરિટ પ્લેયરને તેના જૂના લુકમાં જોઈને ખૂબ ખુશ થયા છે. મહેન્દ્ર સિંહ ધોની આઇપીએલ ૨૦૨૪ સીઝનમાં રમતો જોવા મળશે. માહીની આગેવાની હેઠળની ચેન્નઈ સુપર કિંગ્સ આ સીઝનમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે રમશે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સ પાંચ વખત ચૅમ્પિયન બની છે.

sports news sports ms dhoni