MS Dhoniએ ઋષિકેશમાં પત્ની સાક્ષી સાથે પારંપારિક ડાન્સ કરી મિલાવ્યો તાલ સાથે તાલ, જુઓ વીડિયો

04 December, 2024 03:13 PM IST  |  Rishikesh | Gujarati Mid-day Online Correspondent

MS Dhoni dance with Sakshi: આ વાયરલ વીડિયો ઉત્તરાખંડના ધાર્મિક શહેર ઋષિકેશનો હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહેલી આ વીડિયો ક્લિપમાં ક્રિકેટના દિગ્ગજ ખેલાડીને પોતાના પરિવાર સાથે ઉજવણી કરતા જોઈ શકાય છે.

સાક્ષી અને મહેન્દ્ર સિંહ ધોની (તસવીર: મિડ-ડે)

કેપ્ટન કૂલ તરીકે પ્રખ્યાત પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni dance with Sakshi) સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડમાં રહે છે. એમએસ ધોનીની દરેક નાની નાની બાબતો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકો વચ્ચે ચર્ચાનો વિષય બને છે. એમએસ ધોની સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા તેમના પર કોઈને કોઈ મીમ્સ બનતા હોય છે. જોકે હાલમાં એમએસ ધોનીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે તેની પત્ની સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એમએસ ધોની અને સાક્ષીનો ડાન્સ કરવાના વાયરલ વીડિયોએ દરેકનું ધ્યાન ખેંચ્યું છે.

ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન (MS Dhoni dance with Sakshi) એમએસ ધોનીએ તેની પત્ની સાક્ષી સાથે પરંપરાગત પહાડી ડાન્સ કરીને ચાહકોના દિલ જીતી લીધા હતા. આ વાયરલ વીડિયો ઉત્તરાખંડના ધાર્મિક શહેર ઋષિકેશનો હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહેલી આ વીડિયો ક્લિપમાં ક્રિકેટના દિગ્ગજ ખેલાડીને પોતાના પરિવાર સાથે ઉજવણી કરતા જોઈ શકાય છે. ઋષિકેશમાં જ્યાં તે રોકાયો હતો તે હૉટલના ગાર્ડનમાં તે પરંપરાગત વસ્ત્રોમાં તૈયાર થયેલા ત્યાંના સ્થાનિક લોકો સાથે ડાન્સ કરીને ધોનીની ખુશી જોવા જેવી છે.

ક્રિકેટના મેદાન (MS Dhoni dance with Sakshi) પર તેના શાંત સ્વભાવ માટે જાણીતા ધોનીને ઘણીવાર `કેપ્ટન કૂલ` કહેવામાં આવે છે. માહીએ સાંસ્કૃતિક નૃત્યમાં તેના સ્વયંસ્ફુરિત અને મહેનતુ વ્યક્તિત્વથી ચાહકોને આશ્ચર્યચકિત કર્યા. માહી, જેણે ભારતને 2011 ICC ODI વર્લ્ડ કપ અને 2007 T20 વર્લ્ડ કપ જીતાડ્યો તેની કપ્તાનીમાં, નિવૃત્તિ પછી ઘણીવાર તેના પરિવાર સાથે અલગ-અલગ સ્થળોએ જોવા મળે છે.

ભલે મહેન્દ્ર સિંહ ધોની ઝારખંડનો (MS Dhoni dance with Sakshi) રહેવાસી છે. તેણે રાજધાની રાંચીની બહાર એક ભવ્ય ફાર્મ હાઉસ બનાવ્યું છે, જ્યાં તે તેના સંપૂર્ણ પરિવાર સાથે રહે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તે મૂળ ઉત્તરાખંડનો છે, પરંતુ નોકરીની શોધમાં તેમના પિતા પાન સિંહ બિહાર આજના ઝારખંડમાં સ્થાયી થયા અને નોકરી મળતાં તે ત્યાંના રહેવાસી બન્યા હતા. ધોનીનું પૈતૃક ગામ અલમોડા જિલ્લામાં લવાલી છે. જ્યાં તાજેતરમાં તેણે મંદિરોમાં દેવી-દેવતાઓની પૂજા કરી હતી. ધોનીએ ઉત્તરાખંડની વતની સાક્ષી રાવત સાથે દેહરાદૂનમાં લગ્ન પણ કર્યા હતા અને બન્નેએ ઝીવા નામની એક દીકરી પણ છે.

મહેન્દ્ર સિંહ ધોની 2025 ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (MS Dhoni dance with Sakshi) રમવાનો છે. આ વર્ષે પણ તે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વતી રમવાનો છે. સીએસકે દ્વારા ધોનીને ચાર કરોડ આપીને રિટેન કરવામાં આવ્યો છે, જોકે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એમએસ ધોનીની છેલ્લી આઇપીએલ હોઈ શકે છે કારણ કે 43 વર્ષનો ધોની આગામી આઇપીએલ રમશે કે નહીં તે બાબતે હજી પણ તેણે સસ્પેન્સ બનાવી રાખ્યું છે.

ms dhoni mahendra singh dhoni sakshi dhoni social media rishikesh chennai super kings IPL 2025 viral videos