28 October, 2024 10:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ શમી
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઑસ્ટ્રેલિયા ટૂર માટે ભારતીય સ્ક્વૉડના એલાન બાદ સોશ્યલ મીડિયા પર વર્કઆઉટનો વિડિયો શૅર કરીને લખ્યું હતું કે ‘હું મારી બોલિંગ ફિટનેસને દિવસે-દિવસે સુધારવા માટે સખત મહેનત કરી રહ્યો છું. હું તમામ ક્રિકેટ ફૅન્સ અને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ની માફી માગું છું અને ખૂબ જ જલદી હું રેડ બૉલની ક્રિકેટ રમવા માટે તૈયાર થઈ જઈશ.’
ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝ માટે ફિટનેસ સાબિત કરવામાં નિષ્ફળ રહેલો મોહમ્મદ શમી આગામી સમયમાં પશ્ચિમ બંગાળ માટે રણજી મૅચ રમીને ક્રિકેટના મેદાન પર વાપસી કરી શકે છે. ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપમાં ઘૂંટણની ઈજા અને સર્જરી બાદ શમી ક્રિકેટના મેદાન પર વાપસી કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.