27 October, 2024 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આ ક્રિકેટર્સને ભારતીય સ્ક્વૉડમાં ન મળી એન્ટ્રી
ભારતીય ક્રિકેટ બોર્ડે હાલમાં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ અને સાઉથ આફ્રિકા સામેની T20 સિરીઝ માટે ભારતીય સ્ક્વૉડની જાહેરાત કરી છે જેમાં કેટલાક સ્ટાર ક્રિકેટર્સ ઇન્જરીને કારણે સામેલ થઈ શક્યા નથી. જમણા પગના ઘૂંટણની ઈજાની સર્જરી કર્યા બાદ વાપસી માટે તનતોડ મહેનત કરનાર મોહમ્મદ શમી પોતાની ફિટનેસ સાબિત કરી શક્યો નહોતો. સ્પિનર કુલદીપ યાદવ હાલમાં ન્યુ ઝીલૅન્ડ સામેની ટેસ્ટ-સ્ક્વૉડનો ભાગ છે પણ કમરની જૂની ઇન્જરીને કારણે તેણે પણ પોતાનું સ્થાન ગુમાવ્યું છે.
હાલમાં બંગલાદેશ સામેની T20 સિરીઝ દરમ્યાન ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરનાર ફાસ્ટ બોલર મયંક યાદવ વારંવારની ઈજા અને પેટના સ્નાયુઓની સમસ્યાને કારણે સ્ક્વૉડમાં સામેલ થઈ શક્યો નથી. ઑલરાઉન્ડર શિવમ દુબે પીઠની ઈજા જ્યારે રિયાન પરાગ જમણા ખભાની ઇન્જરીને કારણે ટીમમાં સ્થાન મેળવી શક્યા નથી.