31 October, 2024 09:46 AM IST | Australia | Gujarati Mid-day Correspondent
મોહમ્મદ રિઝવાને
ઑસ્ટ્રેલિયાની ધરતી પર ચાર નવેમ્બરથી રમાનારી લિમિટેડ ઓવર્સની સિરીઝ માટે રવાના થતાં પહેલાં પાકિસ્તાનના નવા કૅપ્ટન મોહમ્મદ રિઝવાને ભારત માટે મોટું નિવેદન આપ્યું હતું. વાઇટ બૉલ ફૉર્મેટના આ કૅપ્ટને પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘આખી પાકિસ્તાન ટીમ જ્યારે ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપ માટે ભારત ગઈ હતી ત્યારે ત્યાં જબરદસ્ત પ્રેમ મળ્યો હતો. પાકિસ્તાની ફૅન્સ ભારતીય પ્લેયર્સને ખૂબ પસંદ કરે છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે ભારત અહીં રમવા આવે. ચૅમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ પાકિસ્તાનમાં આવશે તો બેથી ત્રણ ગણો વધુ પ્રેમ મળશે. શું નિર્ણય લેવાશે એ અમારા હાથમાં નથી. એથી રાહ જોવી પડશે.`
૨૦૨૫ની શરૂઆતમાં આયોજિત ચૅમ્પિયન્સ ટ્રોફીને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ખૂબ જ ઉત્સાહિત છે અને એ પ્લેયર્સ અને દિગ્ગજોની મદદથી ભારતીય ટીમને પાકિસ્તાનમાં રમવા આવવા માટે અપીલ કરી રહ્યું છે.